દિવાળીના પાવન પર્વ નિમિત્તે ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ શ્રમિક વર્ગના નાના ભૂલકાઓના ચહેરા પર ખુશી લાવવા માટે પોલીસે મીઠાઈ, ફટાકડા, કપડાં અને બુટનું વિતરણ કર્યું હતું. આ ભેટ સામગ્રીનું વિતરણ થતાં બાળકો તેમજ તેમના પરિવારોમાં આનંદ અને ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પોલીસની આ પહેલે સમાજમાં એક સકારાત્મક સંદેશ આપ્યો છે.