પલસાણા: બારાસડી ગામે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વિકાસ રથનું ભવ્ય સ્વાગત
Palsana, Surat | Oct 12, 2025 નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યની સફળ અને સર્વગ્રાહી વિકાસ યાત્રાના ૨૪ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં “વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસરથ ગામે ગામ ફરી રહ્યો છે. ત્યારે આ વિકાસરથ પલસાણા તાલુકાના બારાસડી ગામે પહોંચતા ગામમાં વિકાસ સપ્તાહ ઉજવણી કરાઈ હતી. ગ્રામજનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.આ અવસરે મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય વિતરણ કર્યું