ચુડા: ચુડા ના ગામડાઓમાં ઉભા પાક નાશ પામ્યા છે આમઆદમી પાર્ટી નેતા અનિલભાઈ સિંગલે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવા કરી રજુઆત
આમ આદમી પાર્ટી ના આગેવાન અનિલભાઈ સિંગલે તા.10 નવેમ્બર સાંજે 5 કલાકે ચુડા ની મુલાકાત દરમિયાન પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચુડા ના કંથારિયા, રામદેવગઢ, ગોખરવાળા, છલાળા બલાળા, સહિત ના અનેક ગામો કમોસમી ભારે વરસાદ ના કારણે પાક ધોવાણ થયું છે. પાક નાશ પામતા ખેડૂતો ના ખેતરો સર્વે કરી વહેલી તકે વળતર ના ફોર્મ ભરી ખેડૂતો ના ખાતામાં પૈસા જમા થાય એવી કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માગણી કરી છે.