દાંતા: અંબાજી ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો
ભારતીય જનસંઘના નેતા અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે અંબાજી ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અંબાજી ભાજપ મંડળના શક્તિ કેન્દ્ર એક અને શક્તિ કેન્દ્ર બે દ્વારા પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને કાર્યકરો આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ અર્પણ કરી હતી