મહાનગરપાલિકા હવે તમામ બી.યુ.પરમિશન માટે આવેલ ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરશે
Porabandar City, Porbandar | Sep 15, 2025
પોરબંદર શહેરમાં તાજેતરમાં પેરેડાઈઝ સિનેમામાં ફાયર એન.ઓ.સી.નકલી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ ઘટના બાદ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 વર્ષમાં મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાં બી.યુ.પરમિશન માટે રજૂ થયેલ ફાયર એન.ઓ.સી.ની ચકાસણી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ ફાયર એન.ઓ.સી.ની ચકાસણી પોરબંદરના ફાયર વિભાગ તેમજ રાજકોટ રિજિયોનલ ઓફિસ ખાતે કરવામાં આવશે