મહુવા: મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન
મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. મળતી માહિતી મુજબ મોટા ખુટવડા, આસરાણા, કિકરીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કુંભણ, નાનાજાદરા, ભાદરા અને દુધાળા ગામોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. બેલંપર અને કાળેલા ગામોમાં પણ વરસાદના આગમનથી વાતાવરણ ખુશનુમા બન્યું હતું. આજે સવારથી જ ગરમી અને ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે બપોર બાદ અચાનક વાદળછાયું વાતાવરણ સ