તળાજા: કુંઢડા ગામે દીપડાનો આતંક: માલધારીની વાછરડીનું મારણ, ગ્રામજનોમાં રોષ
મળતી માહિતી મુજબ, કુંઢડા ગામના માલધારી તોગાભાઈ ભગવાનભાઈ સાટિયાની વાછરડી પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ ઘટના સાંજના સમયે બની હતી, જ્યારે હજુ સંપૂર્ણ અંધારું પણ થયું ન હતું. ઘટનાના સમયે નજીકમાં નાના બાળકો પણ રમતા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવને લઈને ગામમાં ભારે રોષ ફેલાયો છે. સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ