હિંમતનગર: હિંમતનગર નગરપાલિકાના નવિન ભવનનું આવતી કાલે લોકાપર્ણ:રાજ્ય સરકારના મંત્રીના હસ્તે થશે લોકાર્પણ
હિંમતનગરના ટાવર રોડ પર આવેલ જૂના નગરપાલિકા ભવનને દુર કરી તંત્ર દ્વારા અંદાજે રૂપિયા ૬.૫૦ કરોડના ખર્ચે નવીન પાલિકા ભવન તૈયાર કરાયું છે ત્રણ માળનું અદ્યતન ભવન બનાવાયું છે. જેનું કામ પૂર્ણ થઇ ગયા બાદ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ શોભનાબેન બારૈયા, સ્થાનિક ધારાસભ્યો નગરપાલિકાના પ્રમુખ વિમલ ઉપાધ્યાય, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતમાં સવારે ૧૦ વાગે લોકાપર્ણ કરવામાં આવશે.જેના માટે જિલ્લા વહીવટી તંત્ર