ધરમપુર: પોલીસ મથકે આવનાર તહેવારોને લઈને વેપારીઓ સાથે બેઠક યોજાઈ
બુધવારના 5:30 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ| આવનાર દશેરા તેમજ દિવાળીના તહેવારને લઈ વેપારીઓ સાથે ધરમપુર પોલીસ મથકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મોટી સંખ્યામાં વેપારી ગણ તેમજ હોદ્દેદારો ઉપસિ્થત રહ્યા હતા અને પોલીસ અધિકારી દ્વારા તેમને વિવિધ બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ| તહેવારો દરમિયાન કોઈ છેતરપિંડી સાયબર ફ્રોડનો ભોગ ન બને તેનો ખાસ ધ્યાન રાખવા પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું