શહેરા - વાઘજીપુર રોડ ઉપર આવેલ પાદરડી ચોકડી પર ગુરૂવારની રાત્રિ એ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં ચલાલી તરફથી પૂરપાટ આવી રહેલી બાઈક પાદરડી ચોકડી પર આવેલ સર્કલ સાથે ધડાકાભેર ભટકાતા બાઈક ઉપર સવાર બે યુવકોને ગંભીર ઈજાઓ થતાં બંને યુવકોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.