દર વર્ષે તા. ૧૮મી થી ૨૪મી નવેમ્બર દરમિયાન એન્ટિમાઇક્રોબીયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેને અનુસંધાને ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ અને શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે પણ એન્ટિબાયોટિક દવાઓનો અતિરેક કે ખોટો ઉપયોગ, દવા સમય પહેલા બંધ કરી દેવી, સ્વચ્છતાનો અભાવ, અને ડોક્ટરની સલાહ વગર દવાઓ ન લેવા અંગે માર્ગદર્શન આપી જાગૃતિ ફેલાવવાના હેતુસર તા.૧૮મી નવેમ્બરથી 'ગો બ્લૂ' થીમ સાથે આ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.