ભરૂચ: નગરપાલિકાના વોર્ડ નં. 7 ચિંગસપુરા ગોલવાડ ખાતે અધૂરી ગટરની કામગીરીના કારણે રહીશો નરકયાતના ત્રાસમાં #jansamasya
ભરૂચ શહેરના વોર્ડ નં. 7 વિસ્તારમાં આવેલ ચિંગસપુરા ગોલવાડ ખાતે નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ગટરલાઇનની કામગીરી છેલ્લા બે મહિના થી અધૂરી રહી જતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અધૂરી કામગીરીના કારણે આ વિસ્તારોમાં ગંભીર રીતે દુર્ગંધ, ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતા નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે.