જૂનાગઢ: તાલુકાના બાદલપુર ગામના ખેડૂતોનો ઐતિહાસિક નિર્ણય. માત્ર ઘરની જરુરીયાત પુરતી જ વાવણી કરશે.
જુનાગઢ તાલુકાના બાદલપુર સહીતના આસપાસના દશ જેટલા ગામના ખેડૂતો દ્વારા આગામી સીઝનમાં માત્ર ઘર પુરતું જ વાવેતર કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.ખેડૂતોના કહેવા પ્રમાણે જેટલું વધારે વાવેતર કરીએ એટલી વધુ નુકશાની થતી હોય ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવો પડે એવું ફરજીયાત થઈ ગયું છે. આથીયે વિશેષ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી... કે આ કોઈ પક્ષ પ્રેરીત કાર્યક્રમ પણ નથી કે આ કાર્યક્રમ કોઈ સરકારના વિરોધમાં નથી.