પાલીતાણા: હસ્તગિરિ જાળીયા ગામે શત્રુંજય યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક દવાખાનાનો પ્રારંભ કરાયો, મામલતદાર ઉપસ્થિત રહ્યા
શત્રુંજય યુવક મંડળ દ્વારા નવું નિ:શુલ્ક દવાખાનું અને 140 સ્ટ્રીટ લાઇટનું યોગદાન કરી પૂર્વ દિવાળીનું આયોજન અત્રે નોંધનીય છે કે પાલિતાણા મામલતદાર અર્જુનસિંહ ડી. ડોડીયા અને રૂરલ પી.આઈ રબારી સહિતના હસ્તે સમસ્ત ગ્રામજનોની હાજરીમાં નવા દવાખાનાનો શુભારંભ થયો. હસ્તગિરી ગ્રામપંચાયતના પૂર્ણ સહયોગથી પાંચથી વધારે ગામોને આ વ્યવસ્થાનો લાભ મળશે. સાથે - સાથે શ્રી શત્રુંજય યુવક મંડળ દ્વારા 140 જેટલી સ્ટ્રીટ લાઈટ આપી સમગ્ર ગામમાં દિવાળી પહેલા દિવાળીની ઉજવણી કરાઈ