દસાડા: પાટડી માં આવેલ અતિ પ્રાચીન હળમતીયા હનુમાનજી મંદિરે ભવ્ય પાટોત્સવ ઉજવાયો
પાટડી ખાતે આવેલ અતિ પ્રાચીન હળમતીયા હનુમાનજી મંદિર ખાતે શનિવારના રોજ ભવ્ય પાટોત્સવ નું આયોજન કરાયું હતું જેમાં આ પ્રસંગે હવન, સુંદરકાંડ, સામુહિક રામધૂન, અને ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું ત્યારે મંદિર વિશેની લોકવાયિકા મુજબ વર્ષો પહેલા હળ હાંકતી વખતે જમીનમાંથી આ મૂર્તિ પ્રગટ થઈ હતી જેના કારણે આ મંદિર "હળમતીયા હનુમાન " તરીકે પ્રચલિત છે ત્યારે આ મંદિર ની મૂર્તિ 800 થી 900 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે ત્યારે પાટોત્સવ પ્રસંગે ભારે મેદની ઉમટી.