અમદાવાદ શહેર: સાબરમતી વિસ્તારમાં હોસ્પિટલના ICUમાં મહિલા દર્દીની હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેડતી
સાબરમતી વિસ્તારમાં મેટીસ હોસ્પિટલના ICUમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેડતી કરાતા ચકચાર મચી છે. પારવારિક કારણોસર યુવતીએ દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ICUમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા એક યુવક દ્વારા અડપલાં કરાયા હોવાની ફરિયાદ નોંધાઈ.