તારાપુર: શહેરની ગલીઓમાં હડકાઈ બનેલ ગાયથી શહેરીજનો પરેશાન, પાલિકાની ટીમે રેસ્ક્યુ કરી પાંજરે પુરવામાં આવી.
Tarapur, Anand | Nov 4, 2025 તારાપુર શહેરની ગલીઓમાં એક ગાય હડકાઈ બની હતી. જેને કારણે શહેરીજનો પરેશાન થઈ ગયા હતા.હડકાઈ બનેલ ગાયે તારાપુર શહેરની ગલીઓમાં આંતક મચાવ્યો હતો.એક વૃદ્ધને પણ શીંગડે ચડાવ્યા હતા.જે અંગે શહેરીજનોએ હડકાઈ બનેલ ગાયને પાંજરે પૂરવા રજુઆત કરી હતી.જે બાદ તારાપુર પાલિકાની ટીમે ગાયને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આખરે ગાયને રેસ્ક્યુ કરી હતી.અને પાંજરે પુરવામાં આવી હતી.