તળાજા: તળાજામાં ડીઝલની અછત, પેટ્રોલ પંપ પર લાગી લાંબી કતારો
તળાજા શહેરમાં મહુવા ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ પર આજે ડીઝલ લેવા લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. વાહનચાલકો તેમજ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંપૂર્ણ વિગતો મુજબ, તળાજા સહિત ભાવનગર જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલનો પુરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સરકાર સંચાલિત કંપનીઓ દ્વારા મર્યાદિત પુરવઠો આપવામાં આવતો હોવાના કારણે પેટ્રોલ પંપ સંચાલકો પણ વાહનોમાં મર્યાદિત ઈંધણ આપી રહ્યા છે. ખાસ કરીને ખેતીની સીઝન શરૂ થતાં ખેડૂત વ