ગોધરા શહેરમાં “સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન” અંતર્ગત જગદગુરૂ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું ભવ્ય આગમન થયું. સનાતન ધર્મની પરંપરા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ અભિયાન યોજાયું છે. મંગળવારે તેઓ પશ્ચિમ એક્સપ્રેસ દ્વારા ગોધરા રેલવે સ્ટેશન પહોંચ્યા, જ્યાં હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સ્ટેશનથી તેમની વિશાળ નગરયાત્રા યોજાઈ, જે શહેરના વિવિધ માર્ગો અને મંદિરોમાંથી પસાર થઈ શ્રી અંકલેશ્વર મહા