વિરમગામ: વિરમગામ નગરપાલિકા અને પંચાયત ચૂંટણીમાં ઉમેદવારીનો જંગ તેજ
વિરમગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો માટે અત્યાર સુધી 124 ઉમેદવારી ફોર્મ લેવાયા છે. ઉપરાંત તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 53 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 22 ઉમેદવારી ફોર્મ દાવેદારો દ્વારા લેવામાં આવ્યા છે...