આજે તારીખ 15/01/2026 ગુરુવારના રોજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સરકારી અનાજની દુકાન ખાતે પારદર્શિતા અને જન-સુવિધાની ચકાસણી કરવામાં આવી.સિંગવડ તાલુકાના વાલાગોટા ગામે પંડિત દીનદયાળ સરકારી અનાજની દુકાનની ઓચિંતી મુલાકાત લઈ વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન દુકાન પર સ્વચ્છતા જાળવવા અને વ્યવસ્થામાં સુધારો કરવા માટે સંચાલકને કડક સૂચનાઓ આપી હતી.સાથે જ ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો સંવાદ પણ કરાયો.