અંજાર: નગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી
Anjar, Kutch | Sep 20, 2025 આજરોજ અંજાર નગરપાલિકાની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં શહેરના પ્લાસ્ટિક વેંચાણ કરતા જુદા જુદા વ્યવસાય સ્થાનોની તપાસ કરવામાં આવેલ તે પૈકી ચાર વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આ ઝુંબેશ હજી પણ સતત કાર્યવીંત રહેશે.