જોડિયા: ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા અંગે રજૂઆત કરવામાં આવી
જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખૂબ જ તંગી હોવાની જામનગરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખરીફ પાક ઉભો છે તે સુકાઈ રહ્યો છે તેને બચાવી શકે તેમ નથી. તેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. પાકને બચાવવા પાણીનું પિયત આપવું ખૂબ જ આવશ્યક છે. 15 દિવસમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.