દસાડા: પાટડી શહેરની 15,000 મિલ્કત ઉપર ક્યુઆર કોડ લાગશે આ યોજના લાવનાર જિલ્લાની સૌ પ્રથમ પાલિકા બનશે પાટડી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરમાં આવેલ તમામ 15,000 મિલ્કતો પ્રોપેટી પર ક્યુઆર કોડ લાગશે જેમાં મિલ્કતની માપણી કર્યા બાદ તેઓનો ક્યુઆર કોડ જનરેટ થશે જે સિસ્ટમ એક વાર લાગુ કર્યા બાદ જીપીએસ ની મદદથી મેપિંગ ને કારણે કોઈપણ જગ્યાએ થતું ગેરકાયદે બાંધકામને પકડી શકાશે ત્યારે આ સિસ્ટમ લાવનાર જિલ્લાની પ્રથમ પાલિકા પાટડી બનશે.