ભાવનગરના વરતેજમાં રંગોલી ચોકડી પાસે ગઈકાલે સવારે જ્યારે પોલીસ કર્મચારીઓ ટ્રાફિક હળવો કરી રહ્યા હતા, ત્યારે ટાટા પંચ કાર માં આવેલા ઉત્સવ યોગેશભાઈ દવે અને ઉત્કર્ષ યોગેશભાઈ દવે નામના શખ્સોએ ઉશ્કેરાઈ જઈ હોમગાર્ડ જવાન સાથે ગાળાગાળી કરી તેમનો મોબાઈલ ફેંકી દીધો હતો. આ શખ્સોએ સ્થળ પર હાજર ASI રાજેન્દ્રસિંહ ગોહિલ સાથે પણ ગેરવર્તણૂક કરી, તેમની છાતીમાં ધક્કો મારી ઈજા પહોંચાડતા આ અંગે વરતેજ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરૂદધ ફરીયાદ નોંધાઈ