જૂનાગઢ: નામદાર કોર્ટ તરફથી ઇશ્યૂ થયેલ સજા વોરંટ ના કામે નાસતા ફરતા આરોપીને ઝાંઝરડા રોડ પરથી ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
બી ડિવિઝન પોલીસના ઇન્ચાર્જ પી. આઈ  આર કે પરમાર ની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફના માણસો સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હતા  તે દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આરોપી ધવલ જગદીશભાઈ સીસાગિયા રહે ગાયત્રી એપાર્ટમેન્ટ મહેશ નગર ઝાંઝરડા રોડ જુનાગઢ વાળા ને નામદાર કોર્ટ તરફથી બે બે વર્ષની સાદી કેસની સજા ભોગવવા દોષિત ઠરાવવામાં આવેલ હોય. જે અંગેના ઉપરોક્ત ત્રણેય કેસના અલગ અલગ ત્રણ સજા વોરંટ ઇસ્યુ થયેલા.ત્યારે ધરપકડ કરી કાર્યવાહી કરી છે.