મહુવા: મહુવા આમ આદમી પાર્ટીમાં ટિકિટને લઈ વિવાદ : મહિલા ઉમેદવારનો ગંભીર આક્ષેપ
ફરિયાદ મુજબ, ભાદ્રોડ ગામની એક મહિલાને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને તેમને તાલુકા પંચાયતની ટિકિટ મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. મહિલાએ પોતાના પરિવાર સાથે ગામમાં પ્રચાર કર્યો, મીટિંગોમાં હાજરી આપી અને અંદાજે ₹20,000 જેટલો ખર્ચ પણ કર્યો હોવાનું જણાવાયું છે. પરંતુ, બાદમાં જાહેર થયેલી ઉમેદવારોની યાદીમાં તેમનું નામ ન આવતા વિવાદ ઊભ