ખંભાતના રોહિણીથી ગોલાણા રોડ પર ટ્રેલરમાં પરાળના ગંઠા ભરી ટ્રેકટર ચાલક ઘર તરફ જતો હતો.ખેતરમાંથી બહાર નીકળતા વીજતાર અડી જતા આગ ભભુકી ઉઠી હતી.જેમાં આખે આખુ ટ્રેકટર ભડભડ સળગી ગયું હતું.જેને કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા.ડાંગર(પરાળ)ના ગંઠા ભરીને જતો ટ્રેલર સાથેનો ટ્રેકટર ઘર તરફ જતું હતું ત્યારે ખેતરમાંથી બહાર નીકળતા જ વીજ તાર અડી ગયો હતો અને આગ ભભુકી ઉઠી હતી.આગ લાગવાની ઘટનામાં મોટુ નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.