પુણા: લસકાણા માંથી કપાયેલ માથું અને ધડ મળી આવવાની ઘટનામાં ભેદ ઉકેલાયો,હત્યારાની પીપોદરા થી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
Puna, Surat | Sep 16, 2025 લસકાણા વિપુલ નગર ખાતેથી ઉકરડા માંથી કપાયેલું માથું અને ધડ મળી આવવાની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને લસકાણા પોલીસે મંગળવારે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ઈશાક મન્સૂરી નામના ઇસમની પીપોદરા થી ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ માં દિનેશ મહંતોની હત્યા પોતે કરી હોવાની કબુલાત કરી હતી. મૃતક અને આરોપી એક જ રૂમમાં રૂમ પાર્ટનર તરીકે રહેતા હતા. મૃતક દિનેશ મહંતોએ આરોપીની માતા અને બહેન વિશે અપશબ્દો બોલતા આ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.