પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને લોકપ્રિય નેતા સંજયભાઈ સોનીનું અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સમગ્ર ગોધરા શહેર અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંજયભાઈ સોની લાંબા સમયથી ગોધરાની સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. નગરપાલિકાના પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શહેરના વિકાસના અનેક કાર્યોને વેગ આપ્યો હતો.