ઊંઝાના પ્રસિદ્ધ વૈજનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોનો હાથફેરો, ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ
Mahesana City, Mahesana | Dec 26, 2025
ઊંઝા શહેરના દાસજ રોડ પર આવેલ પૌરાણિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન વૈજનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. અજાણ્યા તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દાન પેટીઓ (ગોલખ) સહિતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.