હિંમતનગર: હુડા સમાવિષ્ટ 11 ગામોના ખેડૂતોના વિરોધ પારખી ભાજપના સ્નેહમિલનનું સ્થળ બદલાયુ, ખેડૂતોએ સ્થળ પર રામધૂન કરી
હિંમતનગર તાલુકાના ગાંભોઈ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના બેરણા જિલ્લા પંચાયત સીટના સ્નેહમિલન કાર્યક્રમમાં અણધાર્યો વળાંક આવ્યો હતો. હુડા (HUDA) યોજનામાં સમાવિષ્ટ ૧૧ ગામના ખેડૂતો વિરોધ કરવા માટે નક્કી કરેલા સ્થળ પર પહોંચી જતાં ભાજપના હોદ્દેદારોએ છેલ્લી ઘડીએ સ્નેહમિલનનું સ્થળ બદલવું પડ્યું હતું.