હાલોલ: યાત્રાધામ પાવાગઢ મંદિર ખાતે વિશ્વમાં પ્રથમ વખત 24 કરોડ નર્વાણ મંત્ર આહુતિ અનુષ્ઠાન. શુભારંભ
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ભવ્ય યજ્ઞશાળાના લોકાર્પણ નિમિત્તે આયોજિત ‘સહસ્ર ચંડી મહાયજ્ઞ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ત્રણ દિવસીય યજ્ઞ પૂર્ણ થયા બાદ અગાઉ કરાયેલી જાહેરાત મુજબ આજે ગુરુવારે સવારે ચોક્કસ 7:11 કલાકે 24 કરોડ નાવાર્ણ મંત્રોની આહુતિ માટેના હવન યજ્ઞનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.