પવિત્ર તીર્થનગરી પાલીતાણાના ST બસ સ્ટેન્ડ ખાતે ડી આર એન્ટરપ્રાઇઝના સફાઈકર્મી નીતાબેન સોલંકીએ ઈમાનદારીનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું. સફાઈ દરમિયાન તેમને સોનાની નાની બુટ્ટી મળી આવતા તેમણે તરત જ સુપરવાઈઝર ગિરીશ સાગઠીયા મારફતે ST ડેપોના અધિકારીને સોંપી દીધી. બાદમાં મૂળ માલિકને પરત મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ પ્રસંગે ST ડેપોના અધિકારીએ નીતાબેન સોલંકીની ઈમાનદારી અને જવાબદારીપૂર્ણ વલણની પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા.