કોડિનારના ઘાંટવડ ગામે સરકારી જમીન પરનું રૂ.50 લાખનું 3 હજાર ચો.મી જમીનનું દબાણ દૂર કરવામાં આવ્યું
Veraval City, Gir Somnath | Sep 23, 2025
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ છેલ્લા થોડા સમયથી ચાલી રહેલ દબાણ દૂર કરવાની કામગીરી અંતર્ગત આજે આજે કોડિનાર તાલુકાના ઘાંટવડ ગામ મુકામે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે મંજૂર થયેલ જગ્યા પર બે દબાણદારો દ્વાર દબાણ કરવામાં આવ્યું હતું.જેને દૂર કરીને આશરે ૩,૦૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ જમીનની અંદાજિત કિંમત રૂ. ૫૦ લાખ થવા જાય છે.