ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે એવા વિઠ્ઠલભાઇ પટેલની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે આજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ અને ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતેના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી