અંજાર: નવા વર્ષના પાવન અવસરે અંજારના પ્રસિદ્ધ સચ્ચિદાનંદ મંદિરે ભવ્ય અન્નકોટ મહોત્સવનું આયોજન
Anjar, Kutch | Oct 23, 2025 નવા વર્ષના પાવન અવસરે અંજારના સચ્ચિદાનંદ મંદિરે ભવ્ય અન્નકોટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું,મંદિરમાં વહેલી સવારે જ ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહંત ત્રિક્મદાસજી મહારાજની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા, આરતી અને અન્નકોટ દર્શન કાર્યક્રમ યોજાયો હતો. મંદિરમાં અનેક પ્રકારના ભોગ, મીઠાઈ, ફળો અને વિવિધ વ્યંજનોથી ભગવાનને અન્નકોટ અર્પણ કરવામાં આવ્યો હતો.