ભુજ: ધોરાવરમાં તાલિબાની અત્યાચારના આરોપી પકડાયા, રિકન્સ્ટ્રકશન કરાવ્યું: પોલીસ ઇન્સ્પેકટર વી. બી પટેલની ધાક બેસાડતી કાર્યવાહી
Bhuj, Kutch | Nov 4, 2025 થોડા દિવસો પૂર્વે ખાવડા પંથકમાં ધોરવરમાં ગાય શોધવા ગયેલા નાના દિનારાના બે યુવાનને ધોરવર ગામના યુવાનોએ પકડી લીમડાના ઝાડમાં બાંધી અર્ધમૂંડન તથા અડધી મૂછો કાપી, નગ્ન કરી મળ માર્ગે લાલ મરચાંની ભૂકી નાખી દીધા બાદ આ અમાનુષી અત્યાચારના વીડિયા ઉતારી વાયરલ કરાયા હતા. આ ચકચારી બનાવ મીડિયા-અખબારમાં પ્રસિદ્ધ થયા હતા. આ બાદ રવિવારે ભોગ બનનારા યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતાં ખાવડા પોલીસે સોમવારે આરોપી ભીલાલ સુલેમાન સમા, રફીક સિદિક સમા, હનીફ જાકબ સમા, નૂરમામદ જુણ