અંજાર: હાઈવે પર હોટલમાંથી ગાંજા સાથે સંચાલકને એસઓજી પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | Jan 31, 2026 પૂર્વ કચ્છમાં "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN"અભિયાન અંતર્ગત એસ.ઓ.જી. ટીમે અંજાર-મુન્દ્રા હાઈવે પરથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.બાતમીના આધારે ભુવડ ગામની સીમમાં આવેલી 'રાજુ બિહાર હોટલ' પર દરોડો પાડતા હોટલ સંચાલક રાજુ રાય ચંન્દ્રીકા રાય 1.704 કિલોગ્રામ ગાંજો (કિંમત ₹85,200) વેચતા ઝડપાઈ ગયો હતો.પોલીસે કુલ 96,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અર્થે અંજાર પોલીસને સોંપેલ છે.