આજરોજ ગાંધીધામ બ્લોગર્સના સહયોગથી તથા સીટી ટ્રાફિક પીએસઆઇ ડીજે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રોટરી સર્કલ પાસે ટુ-વ્હીલર ચાલકોને રોકીને તેમના વાહનો પર લોખંડના તારના બનેલા સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા. આ ગાર્ડ પતંગની જીવલેણ દોરીને વાહન ચાલકના ગળા સુધી પહોંચતી અટકાવવામાં મદદરૂપ થાય છે, જેનાથી અકસ્માતો નિવારી શકાય છે.