જેસર તાલુકાના બીલા ગામે કરમશાપીર અને બાળા પીરના ઉર્સની પરંપરાગત રીતે ભવ્ય અને ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ નિમિત્તે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ દરગાહ પર શ્રદ્ધાળુઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. ઉર્સ દરમ્યાન ચાદર ચઢાવવાની વિધિ, ફાતેહા, દુઆઓ તેમજ નાત-શરીફના કાર્યક્રમો યોજાયા હતા. ગામના આગેવાનો, યુવાનો અને વડીલો સહીત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. ઉર