ઐતિહાસિક અંજાર શહેરના ૧૪૮૧ મા સ્થાપના દિવસ નિમિત્તે માગશર વદ- ૮, તારીખ ૧૨/૧૨/૨૦૨૫, શુક્રવારના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. જેમાં સવારના ૧૦:૦૦ કલાકે નગર પાલિકા કચેરી મધ્યે થી શોભાયાત્રા નીકળી હતી. ઢોલ અને શરણાઈ સાથે પરંપરાગત રીતે નીકળેલી આ શોભાયાત્રામાં કળશધારી કુમારીકાઓ અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓ જોડાયા હતા.