તળાજા: શેત્રુંજી ડેમ 70% ભરાયો, હાઈ એલર્ટ જાહેર: તળાજા સહિત અનેક ગામોને ચેતવણી
રાજસ્થળી ગામ નજીક આવેલ શેત્રુંજી સિંચાઈ યોજના 70 ટકા ભરાતા જળસંપત્તિ વિભાગ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા. 6 જુલાઈ 2026ના રોજ શેત્રુંજી ડેમ 70 ટકા ભરાતા સત્તાવાર વોર્નિંગ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે. વિભાગે જણાવ્યું છે કે ડેમ સંપૂર્ણ સપાટીએ પહોંચતા રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવશે. તેથી નદીના પટ તેમજ કાંઠા વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ અવરજવર ન કરવી. પાણી છોડવામાં આવે તો પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર