સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં હિનીષા પટેલ નામનાં મહિલા નાયબ મામલતદારે પોતાના ઘર પર ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતાં ચકચાર મચી છે. હિનીષા પટેલ અને તેમના પતિ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.આજે સવારે ઓફિસે નીકળવાના સમયે પતિ નીચે કાર લેવા ગયા હતા, પરંતુ નાયબ મામલતદાર પત્ની નીચે ઊતર્યાં ન હતાં. ઉપર જઈ ચેક કરતાં રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતા.