હાલોલના બાધરપુરી ગામે રહેતા વેચાતભાઈ સોલંકીના ડાંગરના ખેતરમાં આજે ગુરુવારના રોજ મહાકાય અજગર આવી ચડતા ત્યાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે આ બાબતની જાણ વન વિભાગના RFO સતીશભાઈ બારિયાને કરતા તેઓના માર્ગદર્શન હેઠળ નેચર સેવિગ ફાઉન્ડેશનની ટીમના જવાનો જયેશ કોટવાલ,વાય કે પટેલ ધ્વારા મહાકાય અજગરનુ રેસ્ક્યુ કરી સહિ સલામત રીતે પકડી જંગલ વિસ્તારમા છોડી મૂકવામાં આવ્યો હતો જેથી ત્યાં રહેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો