ભુજ: 100 કિલો ચોરીના કોપર વાયરો સાથે બે શખ્સો ઝડપાયા
Bhuj, Kutch | Jan 31, 2026 100 કિલો ચોરીના કોપર વાયરો સાથે બે શખ્સો ઝડપાયા પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભુજ શહેર બી ડીવીઝન વિસ્તારમાંથી ૧૦૦ કિલોગ્રામ ચોરીના કોપર વાયરો સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે. પકડાયેલ આરોપીઓ સમીર શેખ અને મામદ શેખએ સાતેક દિવસ પહેલા મુંદ્રાની એક બંધ કંપનીમાંથી આ વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે એક લાખની કિંમતના વાયરો અને પચાસ હજારની મોટરસાયકલ મળી દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગત આઠ