અંજારના દબડા રાઘવનગરમાં રહેતી 15 વર્ષીય કીશોરીએ સાડી બાંધી રહસ્યમય સંજોગો વચ્ચે ફાંસો ખાઇ લઇ પોતાની જીંદગી ટુંકાવી લીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અંજાર પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ, અંજારના દબડા વિસ્તારમાં આવેલા રાઘવનગરમાં રહેતી 15 વર્ષીય શ્રુતિ દશરથગીરી ગૌસ્વામીએ પોતાના ઘરે રહસ્યમય સંજોગો વચ્ચે સાડી વડે ફાંસો ખાઇ લીધો હોવાનું તેમનો મૃતદેહ અંજાર સીએચસી લઇ આવનાર તેના પિતા દશરથગીરીએ ફરજ પરના તબીબને જણાવતાં તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી