જાફરાબાદ: જાફરાબાદના નવા પુલમાં લોખંડના સળિયા દેખાતા અકસ્માતનો ભય – તાત્કાલિક સમારકામની માંગ ઉઠી
જાફરાબાદ નજીક ખાડી પર બનેલા નવા પુલની હાલત ચિંતાજનક બની છે. પુલ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે અને લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જેના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો ભય ઊભો થયો છે. પુલ પરથી પસાર થનારા લોકો સતત જોખમ અનુભવી રહ્યા છે. સ્થાનિકોમાંથી તાત્કાલિક સમારકામ કરવાની માગ ઉઠી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.