કમોસમી માવઠાના મારથી ખેતીપાકો તબાહ થયા છે ત્યારે રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરીયા સહિત અમરેલીના સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્યો મહેશ કસવાળા, જે.વી. કાકડિયા સાથે જિલ્લાના વહીવટી તંત્રની ટીમ દ્વારા ખેત જણસો નુકશાની સર્વે કરવા નીકળ્યા હતા ખેતર ખૂંદતા ખૂંદતા ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ મગફળી, કપાસ સહિતના ખેતીપાકોના નિરીક્ષણ કર્યા હતા ને ખેડૂતોની વેદનાઓ સંભાળી હતી જ્યારે ખેતીપાકો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે