હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આયોજિત રામકથામાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી રામ ચરિત માનસ રામ કથાનું ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું છે. કથાના ચોથા દિવસે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ કથામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.